શિવજીઃ ધર્મનું મૂળ
પ્રથમ પણ શિવ છે અને અંતિમ પણ શિવ છે. શિવ સનાતન ધર્મના પરમ કારણ અને કાર્ય છે. શિવ થકી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. સમસ્ત જગત શિવના જ શરણમાં છે. જે શિવના શરણાગત નથી તે પ્રાણી દુઃખના ગૂંચવાડામાં ફસાતો જાય છે તેવું પુરાણો કહે છે.
ઓમ્ નમઃ શિવાય. ‘ઓમ્’ પ્રથમ નામ પરમાત્માનું લઈને પછી ‘નમન’ શિવને કરીએ છીએ. ‘સત્યમ્, શિવમ્ અને સુંદરમ્’ જે સત્ય છે તે બ્રહ્મ છે. બ્રહ્મ એટલે જ પરમાત્મા. જે શિવ છે તે પરમ શુભ અને પવિત્ર આત્મ તત્ત્વ છે અને જે સુંદરમ છે તે જ પરમ પ્રકૃતિ છે. અર્થાત્ પરમાત્મા, શિવ અને પાર્વતી સિવાય કંઈ પણ જાણવા યોગ્ય નથી. તેમને જાણવા અને તેમનામાં લીન થઈ જવું તે જ ધર્મનું મૂળ છે.
શિવનું સ્વરૃપ
શિવ યક્ષના સ્વરૃપને ધારણ કરે છે અને લાંબી લાંબી તથા સુંદર જટાઓ તેમની પાસે છે. જેમના હાથમાં ‘પિનાક’ ધનુષ્ય છે, જે સત્ સ્વરૃપ છે. અર્થાત્ સનાતન છે. તેમનું સ્વરૃપ દિવ્ય ગુણ સંપન્ન, ઉજ્જવળ સ્વરૃપ હોવા છતાં પણ દિગંબર છે. જે શિવે નાગરાજ વાસુકિનો હાર પહેર્યો છે, વેદ તેમની બાર રુદ્રોમાં ગણના કરે છે. પુરાણ તેમને શંકર અને મહેશ કહે છે.
શિવનો નિવાસ
તિબેટસ્થિત કૈલાસ પર્વત પર શરૃઆતમાં તેમનું નિવાસ સ્થાન હતું. વિજ્ઞાનીઓ-સંશોધકો અનુસાર તિબેટ ધરતીની સૌથી પ્રાચીન ભૂમિ છે અને પુરાતનકાળમાં તેની ચારે બાજુ દરિયો હતો. પછી જ્યારે સમુદ્ર ત્યાંથી દૂર થયો પછી અન્ય ધરતી પ્રગટ થઈ. જ્યાં શિવ બિરાજમાન છે, બરાબર તે જ પર્વતની નીચે પાતાળલોક છે, જે ભગવાન વિષ્ણુનું સ્થાન છે. શિવના આસન ઉપર વાયુમંડળની પાર ક્રમશઃ સ્વર્ગલોક અને પછી બ્રહ્મલોક આવેલું છે તેમ પુરાણોમાં જણાવાયું છે.
શિવભક્ત
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બધા જ દેવતાઓ સહિત ભગવાન રામ અને કૃષ્ણ પણ શિવભક્ત છે. હરિવંશ પુરાણ અનુસાર કૈલાસ પર્વત પર ભગવાન કૃષ્ણે શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરી હતી.
શિવપર્વ
મહાશિવરાત્રિ એ હિન્દુઓનો પરમપવિત્ર તહેવાર છે. આ ભગવાન શિવનું પ્રિય પર્વ છે. ફાગણ વદ ચૌદશના દિવસે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ જ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું રુદ્ર સ્વરૃપે અવતરણ થયું. પ્રલયના સમયે આ જ દિવસે પ્રદોસમાં ભગવાન શિવે તાંડવ કરતાં કરતાં બ્રહ્માણ્ડને પોતાના ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી નાખે છે.આથઈ તેને શિવરાત્રી કે કાલરાત્રિ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરના વિવાહ થયાં હતાં. બાર માસમાં શિવજીને શ્રાવણ માસ પ્રિય છે. આખા શ્રાવણ મહિના દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. વ્રત રાખ્યા બાદ આ પર્વને ભાવભેર ઉજવવામાં આવે છે. જોકે આ પર્વની ઉજવણીના કેટલાક નિયમ છે.
શિવપરિવાર
શિવની અર્ધાંગિનીનું નામ પાર્વતી છે. તેમના બે પુત્ર છે – સ્કન્દ અને ગણેશ. સ્કંદને ર્કાર્તિકેયના નામથી પણ ઓળખવામાં આવે છે. સતયુગના રાજા દક્ષની પુત્રી પાર્વતીને સતી પણ કહેવામાં આવે છે. તેમનું નામ પાર્વતી એટલા માટે પડયું, કારણ કે તે પર્વતરાજ એટલે કે પર્વતોના રાજાની પુત્રી હતાં. તેઓ રાજકુમારી હતાં, પરંતુ તે શરીરે ભસ્મ લગાવેલ યોગી શિવને પોતાના પતિ બનાવવા ઇચ્છતા હતાં. શિવને કારણે જ તેમનું નામ શક્તિ થઈ ગયું. પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ તેમણે હિમાલયના પર્વતીય વિસ્તારમાં રહેવાવાળા યોગી શિવ સાથે વિવાહ કર્યા.
શિવજીનાં પ્રમુખ નામ
શિવજીનાં આમ તો અનેક નામ છે. જેમાંથી ૧૦૮ નામનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. પરંતું તેમના કેટલાંક નામ ઘણાં પ્રચલિત છે, જેમ કે મહેશ, નીલકંઠ, મહાદેવ, મહાકાલ, શંકર, પશુપતિનાથ, ગંગાધર, નટરાજ, ત્રિનેત્ર, ભોળાનાથ, આદિદેવ, આદિનાથ, ત્રિયંબક, ત્રિલોકેશ, જટાશંકર, જગદીશ, પ્રલયંકર, વિશ્વનાથ, વિશ્વેશ્વર, હર, શિવશંભુ, ભૂતનાથ અને રુદ્ર.
અમરનાથનાં અમૃતવચન
શિવજીએ પોતાની અર્ધાંગિની પાર્વતીને મોક્ષ માટે અમરનાથની ગુફામાં જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનની આજે અનેકાનેક શાખાઓ બની છે. તે જ્ઞાનયોગ અને તંત્રોના મૂળ રૃપમાં સમાયેલ છે. ‘વિજ્ઞાન ભૈરવ તંત્ર’ એક એવો ગ્રંથ છે, જેમાં ભગવાન શિવ દ્વારા પ્રાર્વતીને જણાવેલાં ૧૧૨ ધ્યાનસૂત્રોનું સંકલન છે.
શિવગ્રંથ
વેદ અને ઉપનિષદ સહિત વિજ્ઞાન ભૈરવ તંત્ર, શિવપુરાણ અને શિવસંહિતામાં શિવજીની સંપૂર્ણ શિક્ષા અને દીક્ષા સમાયેલી છે. તંત્રના અનેક ગ્રંથોમાં તેમની શિક્ષાનો વિસ્તાર થયો છે. મર્હિષ વેદવ્યાસ દ્વારા લખાયેલું શિવપુરાણ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. આ ગ્રંથમાં ભગવાન શિવની ભક્તિનો મહિમા વર્ણવામાં આવ્યો છે. તેમાં શિવ અવતાર વગેરે વિસ્તારથી લખેલા છે.
શિવલિંગ
વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે, તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ-નાદ સ્વરૃપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ. તેઓ જ બધાનો આધાર છે. બિંદુ તથા નાદ અર્થાત્ શક્તિ અને શિવનું સંયુક્ત રૃપ જ શિવલિંગમાં અવસ્થિત છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે. આ જ કારણે પ્રતીક સ્વરૃપ શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
જ્યોતિલિંગ્
જ્યોતિલિંગ્ ની ઉત્પત્તિ સાથે સંકળાયેલી અનેક માન્યતાઓ પ્રચલિત છે. જ્યોતિલિંગ્ એટલે ‘વ્યાપક બ્રહ્માત્મલિંગ’ જેનો અર્થ છે ‘વ્યાપક પ્રકાશ’. જે શિવલિંગના બાર ખંડ છે. શિવપુરાણ અનુસાર બ્રહ્મ, માયા, જીવ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, દળ અને પૃથ્વીને જ્યોતિલિંગ્ અથવા પિંડ કહેવામાં આવ્યા છે.
શિવચિહ્ન
વનવાસીથી લઈને બધાં જ સાધારણ માણસો જે ચિહ્નની પૂજા કરી શકે તેવા પત્થરને શિવજીનું ચિહ્ન માનવામાં આવે છે. આ સિવાય રુદ્રાક્ષ અને ત્રિશૂળને પણ શિવનું ચિહ્ન માનવામાં આવે છે. કેટલાક લોકો ડમરુ અને અર્ધ ચંદ્રને પણ શિવનું ચિહ્ન માને છે.
શિવપાર્ષદ
બાણ, રાવણ, ચંડ, નંદી, ભૃંગી વગેરે શિવપાર્ષદ છે.
શિવગણ
ભૈરવ, વીરભદ્ર, મણિભદ્ર, ચંદિસ, નંદી, શ્રુંગી, ભૃગિરિટી, શૈલ, ગોકર્ણ, ઘંટાકર્ણ, જય અને વિજય. આ સિવાય પિશાચ, દૈત્ય અને નાગ-નાગણ, પશુઓને પણ શિવના ગણ માનવામાં આવે છે.
શિવના દ્વારપાળ
નંદી, સ્કંદ, રિટિ, ભૃંગી, ગણેશ, ઉમામહેશ્વર અને મહાકાલ.
શિવપંચાયત
સૂર્ય, ગણપતિ, દેવી, રુદ્ર અને વિષ્ણુને શિવપંચાયત કહેવાય છે.
શ્રી કૃષ્ણ શરણં મમ મંત્રનો જાદુ
શ્રી કૃષ્ણ શરણં મમ..ના અર્થની વિશેષ જાણકારી..
શ્રી…..ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ…..ના ઉચ્ચારથી સર્વ અપરાધનો નાશ થાય છે.
ષ્ણ…..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ…..ના ઉચ્ચારથી જન્મને બાળી નાખે છે.
ર…..ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં…..ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ…..ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ…..ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.
જન્માષ્ટમી – કૃષ્ણ દેહ તો રાધા આત્મા છે…
વિદ્વાન અને પંડીત લોકો કહે છે જે સમાધિ ભાષામાં ભાગવત લખવામાં આવી છે અને જે સમયે રાધાજીનો પ્રવેશ થયો ત્યારે વ્યાસજી એવા ડૂબી ગયા કે રાધા ચરિત લખી જ ના શક્યા. સત્ય તો એ છે કે જે આ પહેલા શ્લોકમાં વંદના કરવામાં આવી છે તેમાં શ્રીકૃષ્ણાયમાં શ્રીનો અર્થ થાય છે કે રાધાજીનું નમન કરવું.વાત એમ છે કે જ્યારે રાધાજીએ કૃષ્ણજીને પૂછ્યું કે આ સાહિત્યમાં તમારી શું ભૂમિકા હશે. તો રાધાજીએ કહ્યું કે મને કોઈ ભૂમિકા નથી જોઈતી , હું તો સદાય તમારી પાછળ છું. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ દેહ છે તો રાધા આત્મા છે. કૃષ્ણ શબ્દ છે તો રાધા અર્થ છે.કૃષ્ણ ગીત છે તો રાધા [...] Continue Reading…
ભગવાન શ્રી કૃષ્ણ – સંતાન પ્રાપ્તિ માટે રાંધણછઠનું વ્રત
શ્રાવણ વદ છઠના દિવસે રાંધણ છઠનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને હલષષ્ઠી કહેવામાં આવે છે.આ દિવસે ભગવાન શેષનાગ દ્વાપર યુગમાં બલરામના રુપમાં અવતાર પામ્યા હતા. બલરામનું પ્રધાન શસ્ત્ર હળ અને કોદાળી છે. આ જ કારણે તેમને હળધારી પણ કહેવામાં આવે છે. તેમના નામ પરથી જ આ પર્વનું નામ હળષષ્ઠી પાડવામાં આવ્યું છે.
હળને કૃષિપ્રધાન ભારતનું પ્રાણ તત્વ માનવામાં આવે છે. તે માનવ જાતિના કલ્યાણનું પ્રતિક છે. આ માટે જ આ દિવસે અગ્નિ પેટાવ્યા વગર કે હળ ચલાવ્યા વગર અન્ન અને શાકભાજી ખાવાનું વિશેષ મહત્વ છે. તેની કથાઓ અનુસાર તેની પૂજા આરાધના કરવામાં આવે છે. આરતીથી [...] Continue Reading…
નાગપાંચમ – સર્પદંશથી બચાવે છે ગોગાદેવની પૂજા
શ્રાવણ વદ પાંચમને ગોગા પંચમી, નાગ પંચમી કહેવામાં આવે છે. આ દિવસે ગોગાદેવની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ગોગાદેવની પૂજા સર્પદંશ સામે રક્ષણ આપે છે. આ દિવસે નાગદેવની પૂજા કરવામાં આવે છે. તેનું મહત્વ જન્માષ્ટમીના ચાર દિવસ પહેલા ખૂબ વિશેષ હોય છે. આ દિવસે બહેનો શિવલીંગ અને નાગદેવતાની પૂજા કરે છે.
ગોગા પાંચમના દિવસે ગોગાદેવની સાથે નાગ પર પણ દૂધ ચઢાવવામાં આવે છે. ગોગાદેવની પૂજા માટે સાફ દિવાલમાં ગેરુ કરીને દૂધમાં કોલસો ભેળવીને સાપનો આકાર બનાવવામાં આવે છે. તેનું ચિત્ર ઉપસાવવામાં આવે છે. ત્યાર બાદ સાપ પર બાજરી,ચોખા ખાસ કરીને કુલેર , ઘી, ખાંડ અને ગોળથી તેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ ગોગા દેવ પાસે બાળકોના [...] Continue Reading…
નાગપાંચમ – કેવી રીતે કરશો નાગદેવની પૂજા ?
શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે.
આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવુ [...] Continue Reading…
વાળીનાથ ધામમાં શ્રદ્ધાસાગર છલકાયો
વિસનગર તાલુકાના તરભ ગામમાં ૯૦૦ વર્ષ પૂર્વે વિરમગીરીજી મહારાજે સ્થાપેલ રબારી સમાજના ગુરૂગાદી શ્રી વાળીનાથજી અખાડા મંદિરના પુન: નિમૉણ અર્થે ગુરુવારુ યોજાયેલા ભૂમિપૂજન સમારોહમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી રબારી સમાજના પરિવારજનો અને સંતો-મહંતો ઉમટતાં આ વાળીનાથ ધામમાં ગુરુવારે અલોકિક વાતાવરણ સર્જાયું હતું. જ્યારે બરાબર ૧૨:૩૯ના વજિયી મુહૂર્તમાં વર્તમાન ગાદીપતિ બળદેવગીરીજી મહારાજના હસ્તે શિવધામનું ભૂમપિૂજન થતાં જય વાળીનાથના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખીનય છે કે, આ ધર્મકાર્યમાં દાતાઓએ પણ ઉદાર હાથે દાનની સરવાણી વહેતી કરી હતી.
વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે ૯૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાના આ પાવનભુમિમાં રબારી સમાજોની ગુરૂગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને [...] Continue Reading…
જન્માષ્ટમી
શ્રાવણ વદ આઠમનો દિવસ કૃષ્ણજન્મોત્સવ તરીકે ઉજવાય છે. અડાબીડ ધોર અંધકારમાં જાણે મહાસુર્ય ઉગી નીકળે અને અંધકાર દૂર થઈ જાય તેમ કૃષ્ણનો જન્મ થતા જ આસુરી તત્વો, અસત્યના આરાધકો ભયભીત થવા લાગ્યા. સમાજના દરેક વર્ગને પોતાનો હમદર્દ મળયો. ગરીબો, પીડીતો, શોષિતો બધામાં નવા પ્રાણ ફૂંકાયો અને તેઓ આનંદથી ઝુમવા લાગ્યા. આ આનંદનો ઉત્સવ ત્યારથી કૃષ્ણ જન્માષ્ટમીના નામે ઓળખાવા લાગ્યો જે પરંપરા આજે પણ ચાલું છે.
કૃષ્ણનામ સાંભળતા જ આપણી નજર સમક્ષ એક વિરાટ વ્યકિતત્વ ખડુ થઈ જાય છે. આપણે ઘણા ઇશ્વરીય અવતારો જોયા પરંતુ શ્રી કૃષ્ણ એક ઈશ્વરીય અવતાર હોવાં છતાં પણ આપણામાંની જ કોઈ વ્યકિત હોય તેવો અહેસાસ થાય છે. કૃષ્ણ એટલે યશોદાનો માખણ ચોર, કૃષ્ણ એટલે ગોવાળિયાઓનો [...] Continue Reading…
પરમપૂજ્ય સંતશ્રી ૧૦૦૮ કનીરામબાપુ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ
રબારી યુવા વિકાસ મંચ બનાસકાંઠા આયોજિત પરમપૂજ્ય સંતશ્રી ૧૦૦૮ કનીરામબાપુ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ
સ્થળ:-રબારી ગોપાલક છાત્રાલય ,ગાયત્રી મંદિર ,ડીસા
તારીખ:-૨૮-ઓગસ્ટ-૨૦૧૦
સમય :- બપોરે ૧૨-કલાકે
ખુબ ખુબ આભાર રમેશભાઈ( ‘ઈશ્ક’પાલનપુરી) જી નો…
વાળીનાથ મંદિર
પરમપુજ્ય શ્રી ૧૦૦૮ મહંતશ્રી બળદેવગીરીજી ગુરુશ્રી સુરજગીરીજી મહારાજના નાભીકમળમાં એવો દૈવી સંકેત થયોકે ભારતભરમાં અનેક મંદિરો પુન:નિર્માણ પામી જીર્ણોધ્ધાર થઇ રહ્યા છે એમ આપણી પરમ આસ્થાનું ધામશ્રી વાળીનાથજીનું મંદિર પણ એક વિશાળ ભવ્યાતીભવ્ય ,સુંદર શિવાલય આકાર પામે કે જે આપણી ભવિષ્યમાં આવનારી પેઢીઓનો દિવ્ય-ઐતિહાસિક વરસો બની રહે .પૂ.બાપુશ્રીએ આ સુવિચાર કોઠારી સ્વામીશ્રી ગોવિંદગીરીજી ને જણાવ્યો
કોઠારી સ્વામીએ પુ. બાપુશ્રીનો આ અલોકિક મનોભાવ જાણી ખુબજ પ્રસન્નતા અનુભવી આપના સમાજમાં વિધિવત રજુ કરી પછીતો વાત વાયુવેગે સમગ્ર સમાજમાં પ્રસરી ગઈ ને વિચારને વાચા મળી ગઈ, રબારી સમાજે પણ પુ. બાપુશ્રીના સૂરમાં સુર પુરાવ્યો… કે જાણી એની શુભ [...] Continue Reading…




